Thursday, July 24, 2008

ગુજરાત ના એક મહાન વૈજ્ઞાનિક

ડૉ.જે.જે.ચિનોય વિશે તેમનાજ ભૂતપુર્વ વિદ્યાર્થીની (રાજેશ્વરી શુક્લા) ના બ્લોગ "બાળકોનો કલરવ" પર માહિતી સભર લેખ.

Wednesday, July 16, 2008

ચાલો બનીએ નેટસૅવિ-લેખમાળા

"ચાલો બનીએ નેટસૅવિ" આ ગુજરતી લેખમાળા મા અત્યારે ૧૭ લેખો છે, જે ઈન્ટરનેટ, વેબસાઈટ અને બ્લોગ વિશે ખુબજ સરસ માહિતી આપે છે. [Blogger: વિનય ખત્રી 'અનિમેષ' જેમના બ્લોગની પંચ લઈન છે "ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ"]
"અંગ્રેજી અક્ષરો ઊંધા કેમ લખશો? દા.ત. “upside down” ને બદલે “uʍop ǝpısdn” કેવી રીતે લખશો?" માટે જુઓ ચાલો બનીએ નેટસૅવિ (૧૪).
આપના પ્રતિભવો ની રાહ જોઇ રહ્યો છું.

Tuesday, July 15, 2008

ગુજરાતી ફ્લોરેન્સ નાઈટીંગલ

એક સરસ સત્યકથા. ગુજરતી લેખ વિજયભાઇ ના બ્લોગ પર છે.
[ફાનસવાળાં સન્નારી (Lady with the lantern) - મૂળ અંગ્રેજી લેખક વલીભાઈ મુસા, જેઓ એ પોતે પણ એક સફલ સંઘષમય જીવન વ્યતીત કરેલ છે.]
Your comments are very welcome :)

Saturday, July 12, 2008

ન પેપ્સી ન થમ્સઅપ


ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ,
ઉકાળો મળે જો તરત ગટગટાવે, રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ન કુરિયર ન એસટીડી ન તો ફેક્સ્ કરતો, એ પેજર મોબાઈલ થકી ખુબ ડરતો,
પગે ચીઠ્ઠી બાંધી કબુતર ઉડાવે, રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ના હોન્ડા ના સેન્ટ્રો ના ઓપેલ ઍસ્ટ્રા, ના ઍસ્ટીમના ફ્રેન્ડ, ફ્ર્ન્ટી કે ઉનો,
બળદગાડું એને હજુ પણ લુભાવે, રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ન રાની ન કાજોલ ન ટ્વિન્કલ ન તબ્બુ, કરિશ્મા નહીં ને રવિના કદિ નહીં,
હજુ એને નરગીસ સપનામાં આવે, રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

Thanks a lot to
રઈસભાઈ for writing.
શ્યામલ-સૌમિલ મુનશી ભાઈઓ for music.
પરેશભાઈ for blogging.

Click here to download or listen (in box)!
napepsi_raees_munshibro.mp3